બાપ
ભીંજતી આંખો છુપાવે, એ જ તો બસ બાપ છે,
રોશનીમાં ઘર હસે, પાછળ બળેલો તાપ છે.
બૂટ ફાટેલા પહેરીને ય ખીસે રાખતો,
કાગળે દોરેલ એ નાના ચરણનું માપ છે.
દીકરીની એ વિદાયે બાપ ના રોયો જરા,
રાતના ભીંજેલ ઓશીકે જ એ સંતાપ છે.
ના કદી મંદિર ગયો, ના ફેરવી માળા કદી,
બાળકોનું નામ લેવું, એ જ એનો જાપ છે.
આ પરાગે શેર જે સઘળા ઉતાર્યા કાગળે,
અક્ષરે અક્ષર પિતાના આંગળાંની છાપ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #ત્યાગ #પિતૃપ્રેમ #પરિવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #FathersLove #SilentSacrifice #Family #ParagRatanpara