← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અંગૂઠાની છાપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અભણ માએ કાગળ મોકલ્યો, ના અક્ષર, ના વાત,
એક અંગૂઠાની છાપ હતી, ને ભીની આખી રાત…

ટપાલી કહે: ‘ભાઈ, આમાં તો કંઈ લખ્યું જ નથી’,
મેં કહ્યું: ‘તું વાંચી ન શકે, આ તો માની કથી’;
કોરા કાગળ વચ્ચે ઊગ્યું મારા ગામનું પ્રભાત…
અભણ માએ…

છાપની ઝીણી રેખાઓમાં દીઠાં ચૂલો, ઘંટી, ખેતર,
ઓસરી, લીમડો, ખાટલો, ને દીવો બળતો ભીતર;
ઝાંપે ઊભી રાહ જોતી, થાકેલી માની જાત…
અભણ માએ…

પરાગ કહે: સૌ ભાષા ભૂલ્યો, ભૂલ્યો વ્યાકરણ, વેદ,
પણ અંગૂઠાના એ ગીતમાં ના રહ્યો કોઈ ભેદ;
જે કાગળ પર મા લખે, ત્યાં ઈશ્વર પાડે ભાત…
અભણ માએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચાળી જુઓઆગલો લેખ →ઉડાન