← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અણજાણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છું ઘણો સાચો, સદાચારી, ઘણો વિદ્વાન છું,
દાનવીરોમાં પ્રથમ, ને ગામની હું શાન છું;
ખોટ મારામાં નથી કો, એટલું તો હું કહું,
આયના સામે જ મારાથી જરા અણજાણ છું.

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખમારો દેશ છેઆગલો લેખ →બાપુ છત્રી જેવા