← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અફવા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક અફવા ઊડતી ને ગામમાં ફેલાય છે,
સત્ય બેઠું કોર્ટમાં તારીખ લઈ, પરખાય છે;
સાચ આવે બ્હાર, ત્યાં તો સાવ મોડું થઈ ગયું,
એક ભોળું નામ આખા ગામથી ભૂંસાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચાલ તુંઆગલો લેખ →લાલચ