લાલચ
રૂપ, પૈસો, નામ, મોભો, સૌ નચાવે છે મને,
કોણ જાણે કેમ ઈશ્વર ના બચાવે છે મને.
ઝાંઝવાંની પાછળે દોડાવતી રાખે સદા,
આ તરસ રોજે નવું નાટક રચાવે છે મને.
લોભના ઢગલા ઘણા ખાધા, હવે સમજાય છે,
હક વગરનું અન્ન ક્યાંયે ના પચાવે છે મને.
હું ય સીતા જેમ રેખા પાર કરતો રોજ, ને
રોજ સોનેરી હરણ થઈ એ ફસાવે છે મને.
લાખ લાલચ આ પરાગે ભીડમાં ભાળી, છતાં
એક ઝીણો સાદ ભીતરથી જગાવે છે મને.
– પરાગ રતનપરા
#ગઝલ #લાલચ #લોભ #અંતરાત્મા #મોહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Temptation #Greed #Conscience #Desire #ParagRatanpara