આપમેળે
ખરો સાથ એ, જે મળે આપમેળે,
ન ગાંઠે જ બાંધ્યો, ભળે આપમેળે.
સુગંધી કદી ક્યાં નિમંત્રણ જુએ છે?
હવા ફૂલ પાસે ઢળે આપમેળે.
ન ધક્કો, ન વિનતી, ન તાવીજ-દોરા,
ખરું આંસુ તો બસ ગળે આપમેળે.
બજારે ઘણા દીવડા વેચનારા,
ખરી જ્યોત ભીતર બળે આપમેળે.
‘પરાગે’ ગઝલ ક્યાં લખી છે કદીયે?
નદી જેમ એ તો વળે આપમેળે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંબંધ #સહજતા #સાચોપ્રેમ #અંતરજ્યોત #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueBonds #Spontaneity #InnerLight #Authenticity #ParagRatanpara