મોટો સવાલ
ન પૂછ્યો કદી, એ જ મોટો સવાલ,
જલે ઓરડે રોજ થઈને મશાલ.
તમે ચા ધરી, ચૂપ પીધી અમે,
થયા એટલામાં જ સૌ હાલચાલ.
હતાં બેઉ એક જ ઘરે, ને છતાં,
વચે મૌનની એક ઊભી દિવાલ.
તમે જે ન બોલ્યાં, થયાં ગીત એ,
અમે જે ન પૂછ્યું, થયું તે ખયાલ.
પરાગે હવે મૌન તોડ્યું, અને
ગઝલમાં ઢળી ગઈ, જુઓ, એ કમાલ!
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #દાંપત્ય #અબોલા #સંવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #Marriage #UnspokenWords #Distance #ParagRatanpara