← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંજણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં તો આંજણ આંજવું છોડ્યું રે, શામળિયા,
તારો રંગ જ આંખ્યુંમાં ઊભરાય રે.

સખીઓ પૂછે: ‘કેમ રે રાધા, કોરી આંખો રાખી?’
મેં કીધું: ‘જ્યાં શ્યામ વસે છે, ત્યાં કાજળની શી બાકી?’
પાંપણ ઢાળું, ત્યાં તો અંદર મોરપીંછ લહેરાય રે…
તારો રંગ જ…

માથે ગાગર લઈને ચાલું, પડછાયે પણ તું,
જમના કાંઠે ઝૂકી જોઉં, જળમાં ચહેરો તું;
હું ભૂલી કે હું રાધા છું, કે તારો પડછાય રે…
તારો રંગ જ…

પરાગ કહે: જે રંગે રંગાઈ, એને રંગ શો બીજો?
પ્રેમ તો એવો દરિયો, જેમાં ભીંજે તોય ન ભીંજો;
આંખ મીંચું તો ઊઘડે ગોકુળ, ઉઘાડું તો વ્રજ ગાય રે…
તારો રંગ જ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસોનથાળીઆગલો લેખ →ભાઈબંધ