← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંબા તળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું હજી એ બાળપણમાં ઝૂલતો આંબા તળે,
ગોઠિયા સાથે ગિલોલે ખેલતો આંબા તળે.

તું મળી’તી જે ઘડી, શરમાઈ ઊભી મૌન તું,
હું ય ત્યાં પાંપણ ઝુકાવી બોલતો આંબા તળે.

ખાટલે દાદા કહાણી રાજ-રાણીની કહે,
રોજ રાતે વારતાઓ ખોલતો આંબા તળે.

આજ ત્યાં બુલડોઝરો છે, ફ્લેટ ઊગ્યા સાત માળ,
તોય મારો જીવ તો ત્યાં ડોલતો આંબા તળે.

મંજરીની મ્હેક આવી, તો ‘પરાગે’ જઈ ફરી,
બાળ થઈ, ગોઠી બની, હું મ્હાલતો આંબા તળે.

– પરાગ રતનપરા

#ગઝલ #આંબો #બાળપણ #પહેલોપ્રેમ #ગામનીયાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #MangoTree #Childhood #FirstLove #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજામ છેઆગલો લેખ →કીટલીની સંસદ