જામ છે
હોઠ પર મુસ્કાન રાખી, ઝાંઝવાનો જામ છે,
આ તરસનો ખેલ, ને આ ઝંખનાનો જામ છે.
પી ગયો હું એક શ્વાસે, ‘વાહ’ બોલી સૌ સભા,
આંખ કોરી, હોઠ હસતા, યાતનાનો જામ છે.
રાતભર જેને નિહાળી, સ્વપ્નમાં જે ચૂમિયો,
એ સવારે સાવ ખાલી કલ્પનાનો જામ છે.
દાદ દીધી સૌ સભાએ, જે ગઝલ મેં ગાઈ ત્યાં,
શેરનું પ્રત્યેક અક્ષર વેદનાનો જામ છે.
પાનખરમાં આ ‘પરાગે’ જે સુગંધી સાચવી,
એ જ તો ધીરજ ભરેલી સાધનાનો જામ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૃગજળ #તરસ #વેદના #સાધના #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirage #Thirst #HiddenPain #Patience #ParagRatanpara