યાદ છે
એ જ શેરી, એ જ મિત્રો, એ લખોટી યાદ છે,
હાથ પર ઝીંકેલ માસ્તરની જ સોટી યાદ છે.
પાટલી આગળ હતી, ત્યાં બેસતી’તી છોકરી,
રોજ જેની ખેંચતો હું, એ જ ચોટી યાદ છે.
હાથ ધ્રૂજે, ને ગળું સૂકું, ન આવડતો જવાબ,
જિંદગીની એ પહેલી તો કસોટી યાદ છે.
ભાઈબંધો સંગ ડબ્બા ખોલતા’તા સાથમાં,
મા તણા હાથે બનેલી ગરમ રોટી યાદ છે.
આજ મોટા થઈ ગયા ને વાળ ધોળા, ઓ ‘પરાગ’,
બાળપણની એક પણ ક્યાં વાત ખોટી યાદ છે?
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #નિશાળ #ભાઈબંધ #સંભારણાં #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #SchoolDays #ChildhoodFriends #Nostalgia #ParagRatanpara