વોટ છે
હાથ જોડે છે બધા, પણ ચિત્તમાં તો વોટ છે,
પાંચ વર્ષે આવતા, ને પાંચ વર્ષે ઓટ છે.
વાયદાનું પોટલું લઈ ગામમાં આવ્યા ફરી,
ગામ ખાલી હાથ ઊભું, એમના ઘર નોટ છે.
મંચ પરથી એમણે વેચ્યો હશે આ દેશ પણ,
તોય ગરજે, ‘રાષ્ટ્રની ફરતે અડીખમ કોટ છે!’
પૂર આવ્યું ગામમાં તો એ વિમાને જોઈ ગ્યા,
નીરમાં પણ એમની તસવીરની ક્યાં ખોટ છે?
આ પરાગે આંગળી પર ડાઘ મતનો છે હજી,
એ જ ડાઘે આજ પણ દિલ પર પડેલી ચોટ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #રાજકારણ #ચૂંટણી #લોકશાહી #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #Elections #Democracy #EmptyPromises #ParagRatanpara