← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વીરની ફૂલમાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વીરા મારા, સીમાડે તારી ખાંભી ઊભી રે…જી,
રાખડી બાંધું કોને? ભાઈની છાતી ડૂબી રે…જી.

ગામને ઝાંપે ઢોલ વાગ્યા, ને તોરણ ટાંગ્યાં લીલાં,
તું તો ઊપડ્યો સરહદ, વીરા, બાંધી કેસરી ચીલાં;
મા એ દીધી રોટલી, ને દીધી દુઆ ઝૂમી રે…જી…
વીરા મારા…

બરફના પડમાં ઊભો તું, ને અમે સૂતાં ઘરમાં,
તેં તો જાગી જાગીને રાખ્યું દેશ આખું પહેરમાં;
એક ગોળી આવી, ને માની કૂખ ગઈ લૂંટી રે…જી…
વીરા મારા…

પરાગ કહે: તિરંગે વીંટી આવ્યો વીર ઘેર,
ગામ આખું રડ્યું, પણ માએ કીધી ના કોઈ વેર;
‘બીજો દીકરો હોત તો મોકલત,’ બોલી ને રૂઠી રે…જી…
વીરા મારા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપ્રેમપત્રોઆગલો લેખ →ફૂલ ને ફોરમ