← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળી ને ચક્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક હાથે વાંસળી ને બીજે હાથે ચક્ર,
મારો કાનુડો તો સીધો, ને વળી એ જ વક્ર.

ગોકુળમાં ગાયો ચારે, માખણ ચોરે છાનો,
ગોપીઓની મટકી ફોડે, નટખટ નંદનો કાનો;
પણ મથુરાની વાટે એનું બદલાઈ ગયું તંત્ર.
એક હાથે વાંસળી…

રાધાને જે રડતી મૂકે, દ્રૌપદીને ઢાંકે,
મીરાંના વિષને અમરત કરતો, નરસૈંયાને તાકે;
એક જ કાન, પણ જેવો ભાવ, એવું એનું ચિત્ર.
એક હાથે વાંસળી…

પરાગ કહે: ભાઈ, જીવનમાં બેય રાખજે સાથે,
સૂર મધુરો હોઠે રાખજે, શૌર્ય રાખજે હાથે;
પ્રેમ અને પુરુષાર્થ — એ જ ગીતાનો મંત્ર.
એક હાથે વાંસળી ને બીજે હાથે ચક્ર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅમર છેઆગલો લેખ →વાંચું છું