← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્યામની લઈ વાંસળી રાધા જરા હઠમાં ચડી,
ફૂંક મારી જોરથી તો સૂરની ચીસો પડી;
શ્યામ બોલ્યો: ‘વાંસળીમાં સૂર ના હોતો, સખી,
જાતને ખાલી કરે, એને જ આ મુરલી જડી.’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવનનો સાદઆગલો લેખ →મોરલીનો માર