વાગશે
રાતભર જાગી રહી છું, ફોન જોરે વાગશે,
ઊંઘમાં પણ કાન માંડું, ક્યાંક ભોરે વાગશે.
ગામ આખું પૂછતું કે દીકરો ક્યાં, શું કરે?
કોઈ દી’ મારોય ઘંટો ગામ-ચોરે વાગશે.
બેટરી ખૂટે નહીં, એ બીકથી તો રાતભર
ચાર્જરે મેં રાખતી’તી, એક દોરે વાગશે.
દેશ એનો છે જુદો, ને છે સમય પણ ત્યાં જુદો,
રાતના એ તો કદી ત્રીજે પહોરે વાગશે.
આ પરાગે ફોન કીધો વર્ષ વીત્યાં, તો ખબર:
બા નથી, ને ઓરડાની સાવ કોરે વાગશે.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #પરદેશ #પ્રતીક્ષા #ફોન #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #Diaspora #Waiting #TooLate #ParagRatanpara