ઉંબરે
પ્રતીક્ષા બની હું રહી ઉંબરે,
ન આવ્યા, ન વાતો કહી ઉંબરે.
સવારે નવો દીપ મૂક્યો હતો,
નયનથી ય ગંગા વહી ઉંબરે.
ઘરે સાંજના સૌ વળે, ગાય પણ,
તમારી કમી બસ રહી ઉંબરે.
વળાવી અમે લાડકી દીકરી,
કરી કંકુ-હાથે સહી ઉંબરે.
પરાગે ગઝલ જે લખી'તી તને,
હવા એ જ સાંજે કહી ઉંબરે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #ઉંબરો #વિદાય #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Threshold #DaughtersFarewell #Longing #ParagRatanpara