← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉખાણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું મળે ને મન ઘડીમાં સાવ ગાણું થાય છે,
તું જશે ત્યાં આ હૃદય પાછું ઉખાણું થાય છે.

જે મને રોજે રડાવે, જે સતાવે રાતભર,
એ જ જણનું નામ લેતાં કાં વહાણું થાય છે?

ચાંદ, આંગણ, લીમડો ને ચોક સઘળું એ જ છે,
તોય તું આવે પછી કાં રોજ ટાણું થાય છે?

હું હતો ભોળો, ખરો, નિર્દોષ ને સીધો સરળ,
પ્રેમમાં પડતાં જુઓ, ભોળુંય શાણું થાય છે!

આ પરાગે પ્રેમમાં ખોયું ઘણું, પામ્યો ઘણું,
એક સ્મિત એનું જગતનું એક નાણું થાય છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #પ્રણય #મૂંઝવણ #ઉખાણું #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Romance #SweetConfusion #Riddle #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆમ આદમીઆગલો લેખ →કલમ