કલમ
થયાં ઘર બધાં બંધ, જાગી કલમ,
ઘણી રાત વીતી, ન થાકી કલમ.
લખું પ્રેમ, ત્યાં હાથ ધ્રૂજે, સખી,
લખું દર્દ, ત્યાં દૂર ભાગી કલમ.
ઘણા રાજવીએ ખરીદી હતી,
ન વેચાઈ, ના ભીખ માગી કલમ.
નથી તીર, તલવાર, બંદૂક પણ,
છતાં બાદશાહી જ વાગી કલમ.
પરાગે ન રાખ્યાં ખજાના કદી,
ભલે પ્રાણ જાયે, ન ત્યાગી કલમ.
– પરાગ રતનપરા
#ગઝલ #કલમ #કવિતા #સર્જન #ખુદ્દારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Pen #Poetry #Creativity #Integrity #ParagRatanpara