← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું વાત કર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બેસ પાસે બે ઘડી, ને ધ્યાનથી તું વાત કર,
આંખમાં આંખો મિલાવી, માનથી તું વાત કર.

શબ્દ ના જડતા હશે તો ના ફિકર, ઓ સાજના,
પાંપણો ઢાળી, નયનની સાનથી તું વાત કર.

આંગળીથી સ્ક્રીન પર તો ખૂબ કીધી ‘ચૅટ’ તેં,
ફોન મૂકી, પાસ બેસી, કાનથી તું વાત કર.

ક્રોધમાં બોલ્યાં વચન તો ઘાવ જેવાં થાય છે,
શ્વાસ લઈ થોભી જરા, ને ભાનથી તું વાત કર.

ફૂલ ખરશે તોય ખુશ્બૂ સાથ છોડે ના, ‘પરાગ’,
જિંદગીની હર વ્યથાની શાનથી તું વાત કર.

– પરાગ રતનપરા

#ગઝલ #સંવાદ #સંબંધ #મૌન #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Conversation #Relationships #Listening #Love #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપ્રીત તે કેવીઆગલો લેખ →વાયદો