તું આવશે
રાહ જોતી રોજ ઊભી, બારણે તું આવશે,
શીત રાતે ગામના એ તાપણે તું આવશે.
ઓસરીમાં દીપ મૂકું, સાથિયા પૂરું ભલા,
કો'ક દી તો સાવ ધીમે આંગણે તું આવશે.
લોક પૂછે: કેમ આ દીવો હજી ઠરતો નથી?
હું કહું: દીવા તણા આ કારણે તું આવશે.
ઘોડિયું બાંધ્યું હતું, એ ઓરડો સૂનો હવે,
સ્વપ્ન થઈને, બાળ થઈને, પારણે તું આવશે.
આ પરાગે મ્હેક વેરી રેતમાં પણ રાતભર,
ઝાંઝવું થઈ, કે ઝરણ થઈ, આ રણે તું આવશે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #વિરહ #આશા #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Longing #Hope #Reunion #ParagRatanpara