આજ
કોણ જાણે કાલને? બસ હાથમાં આ આજ છે,
દોષ દે તકદીરને, ને એમ ઢાંકે લાજ છે.
છાલ હાથે, ધૂળ પગમાં, ને બળે છે ભાલ પણ,
એ જ સાચો રાજવી, એનું ધરા પર રાજ છે.
યુદ્ધમાં જેણે લડી, ખોયાં નયન ને હાથ પણ,
ચાપલૂસી જે કરે, એના જ માથે તાજ છે.
તાર તૂટ્યા સૌ સિતારે, તોય ગાતી'તી ભલા,
કંઠમાં જો સૂર, તો ક્યાં કોઈ ખપનો સાજ છે?
આ પરાગે ફૂલને પૂછ્યું: તને શું ભાગ્ય છે?
ફૂલ બોલ્યું: મ્હેકવું, એ એક મારું કાજ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #તકદીર #તદબીર #પુરુષાર્થ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #FateVsEffort #HardWork #Destiny #Satire #ParagRatanpara