← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ત્રણસો ચોસઠ દિવસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નોટ પર ગાંધી હસે, ને એ જ નોટે લાંચ છે,
પૂતળું ઊભું ઉદાસી, કાચમાં પણ ખાંચ છે;
વર્ષમાં બસ એક દિવસે હાર સૂતરનો ચડે,
શેષ દિવસોમાં જુઓ તો સત્યને પણ આંચ છે.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખગોટલીઆગલો લેખ →ગુરુ