તૂટતું
કાચ જેવું દિલ ન જાણે સાવ ક્યારે તૂટતું,
ના ધડાકો, ના અવાજો, ચૂપ જ્યારે તૂટતું.
તીર કે તલવારથી એને કશું ના થાય, પણ
વેણ મીઠાં, પણ અબોલાના પ્રહારે તૂટતું.
દુશ્મનોના વાર સામે ઢાલ થઈ ઊભું રહે,
આપ્તજનની આંખના નાના ઇશારે તૂટતું.
કેટલાં તોફાન વેઠ્યાં, સાગરે ઝૂઝ્યું ઘણું,
નાવ જેવું એ પછી આવી કિનારે તૂટતું.
છો ‘પરાગે’ શબ્દથી સાંધ્યું ઘણું, તોયે ફરી
એક જૂની યાદના ઝીણા વિચારે તૂટતું.
– પરાગ રતનપરા
#ગઝલ #હૃદય #તૂટેલુંદિલ #અબોલા #સ્વજન #પરાગરતનપરા
#GujaratiGhazal #Heartbreak #FragileHeart #SilentWounds #LovedOnes #ParagRatanpara