← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તિરાડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવેલી ઉપર છે સમયની તિરાડો,
અને આંખમાં છે પ્રલયની તિરાડો.

ભરોસો હતો કાચના પાત્ર જેવો,
પડી ગઈ પછી ત્યાં પ્રણયની તિરાડો.

ઘણા યુદ્ધ જીત્યા, ઘણા તાજ લીધા,
છતાં ભીતરે છે વિજયની તિરાડો.

જરા કાંકરી શાંત જળમાં ઉછાળી,
પડી ત્યાં તરત તો વલયની તિરાડો.

પરાગે ભરી શબ્દ-માટી ગઝલમાં,
છુપાવી બધી મેં હૃદયની તિરાડો.

– પરાગ રતનપરા

#ગઝલ #તિરાડ #ભરોસો #સમય #હૃદય #પરાગરતનપરા
#GujaratiGhazal #Cracks #BrokenTrust #Fragility #HealingWords #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતારા સાથમાંઆગલો લેખ →આપજે