← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘર ભલે ના આપ મુજને, બસ બિછાણું આપજે,
ચાંદ ના માગું, મને બસ એક ગાણું આપજે.

સાત જન્મોનાં વચનની વાત મેં ક્યાં કૈં કરી?
આ જનમમાં એક સાચું બસ વહાણું આપજે.

હાર હીરાનો નથી ખપતો, ન ખપતું ઝૂમખું,
હોઠ મલકે એક નાનું શું ઉખાણું આપજે.

દિવસભરનો થાક લઈને સાંજના પાછો ફરું,
હાથનું તારા ગરમ બસ એક ભાણું આપજે.

જિંદગીભર ફૂલ થઈ મ્હેકી ગયો છું હું, પરાગ,
અંતકાળે ગોદમાં તું એક ટાણું આપજે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સાદગી #નાનીઇચ્છાઓ #દાંપત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #SimpleLove #SmallWishes #Companionship #Tenderness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતિરાડોઆગલો લેખ →વહેમનો બાવળ