થપ્પો કહું
રોજ જઈને સાંજ ટાણે ઝાડને થપ્પો કહું,
તું છુપાયો ક્યાંક, આખી વાડને થપ્પો કહું.
આંખ મીંચી સો ગણું, ને આંખ ખોલું ત્યાં નથી,
હું ગલીમાં રાડ પાડું, રાડને થપ્પો કહું.
મા તને બોલાવતી’તી સાંજના ‘જમવા ચલો’,
એ જ ઘરના આજ સૂના લાડને થપ્પો કહું.
દાવ મારો છે હજી, ને તું ય સંતાયો હજી,
થાકતી આ ઉંમરે હું હાડને થપ્પો કહું.
આ પરાગે બાળપણ વેર્યું હવાની સંગમાં,
આભને અડવા મથું ને તાડને થપ્પો કહું.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #મિત્ર #વિદાય #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #ChildhoodFriend #HideAndSeek #Loss #Memories #ParagRatanpara