તારા વિશે
શબ્દો ખરે, ખૂટે કલમ, તોયે કહું તારા વિશે,
હું મૌનમાં બોલ્યા કરું, મૂંગો રહું તારા વિશે.
ચાંદો, ગુલાબો, ઝાંઝરી, ઉપમા બધી ઝાંખી પડી,
‘તું, તું જ તું’, બસ એટલું સાચું લહું તારા વિશે.
મિત્રો કહે: ‘ઓ ભાઈ, દુનિયા છે ઘણી મોટી, લખો’,
હું તો નદી, સાગર ભણી હરદમ વહું તારા વિશે.
ના સ્વર્ગ ના, ના મોક્ષ ના, માગું નહીં તારી કને,
છેલ્લી ઘડી, છેલ્લી પળે, બસ એ ચહું તારા વિશે.
તારું લખીને આ પરાગે જાતને ખોવી પડી,
જે દર્દ છે, જે હર્ષ છે, હસતો સહું તારા વિશે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #મૌન #એકનિષ્ઠા #પરાગરતનપરા
#GujaratiGhazal #OnlyYou #Devotion #SilentLove #Surrender #ParagRatanpara