ખાંડ
તું રોજ પૂછે છે:
‘તું ક્યાં ખોવાઈ ગયો?
પહેલાં જેવો
દેખાતો જ નથી.’
સાંભળ,
ચામાં ખાંડ
ક્યારેય દેખાય છે?
એ ઓગળી જાય છે,
ને પછી
દરેક ઘૂંટડે
હોય છે.
હું ય
તારામાં
એમ જ ઓગળી ગયો છું.
છતાં
વિશ્વાસ ન આવે
તો
કોઈ દિવસ
મારા વગરની ચા પી જોજે —
તરત ખબર પડશે
હું ક્યાં હતો.
– પરાગ રતનપરા