← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારા વિના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓરડાઓ શાંત, સૂની આ સફર તારા વિના,
ના દવા, ના કો દુઆ, કરતી અસર તારા વિના.

ચાંદ ઊગે, આથમે, તારા ય ટમકી જાય છે,
સાંજ છે કે ભોર, કોને છે ખબર તારા વિના.

હું મને શોધ્યા કરું છું ઓરડે ને ઓસરી,
આયનામાં પણ ન મળતી મુજ નજર તારા વિના.

બે કદમ પણ ચાલતાં હાંફી જવાતું હોય છે,
સાવ લાંબી લાગતી ઘરની ડગર તારા વિના.

આ પરાગે બાગમાં વેરી સુગંધો ચોતરફ,
પણ ન જાણી કોઈએ એની કદર તારા વિના.

– પરાગ રતનપરા

#ગઝલ #વિરહ #એકલતા #પ્રેમ #ખાલીપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Loneliness #MissingYou #Emptiness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસૌ ગાંડો કહેઆગલો લેખ →સામે પાર