તાળું
હું જ મોટો, હું જ સાચો — એ જ તો તાળું હતું,
હાથમાં દીવો હતો, પણ ઘર બધું કાળું હતું;
મેં નમાવ્યું શીશ, ને ઝૂકી ગયો હું જે ઘડી,
દ્વાર ખૂલ્યું, ને જુઓ, તો સાવ અજવાળું હતું.
– પરાગ રતનપરા