← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્વયંની જાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝાંઝરો તોડી હવે એ પાંખ ઓઢી નીકળી,
આંસુઓ લૂછી, નયનમાં આગ આંજી નીકળી;
‘લાજ’ નામે બંધનોની સાંકળો સૌ ફેંકતી,
દીકરી આજે સ્વયંની જાત લઈને નીકળી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફકીરાઆગલો લેખ →અડકો નહીં