← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સોદો રોકડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાધુ, હરિનો સોદો રોકડો રે, ના ઉધાર ચાલે,
મન આપો તો મોહન મળે, ના ઘરેણાં કે પાલે.

હીરા મોતી ધરે શેઠિયો, ધરે સોનાની થાળ,
હરિ તો બેઠો હસતો હસતો, ના એને કશો ખ્યાલ;
વિદુરની ભાજીએ રીઝ્યો, એ જ મારગ ઝાલે…
સાધુ, હરિનો…

માળા ફેરવે, તિલક તાણે, મનમાં રાખે મેલ,
એવા ભગતનો હરિ સાથે થાય ન કદીયે મેળ;
જે અહમ્ ને ઓગાળે, એનો ઘાટ હરિ ઘડી આલે…
સાધુ, હરિનો…

દાસ પરાગ કહે સંતો, સોદો છે સાવ સીધો,
જેણે પોતાપણું વેચ્યું, એણે હરિને લીધો;
ખાલી થઈને જે આવે, એને ભરી ભરી ઝાલે…
સાધુ, હરિનો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધાબળોઆગલો લેખ →છેલ્લી વાટ