← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દનું કિરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક અક્ષર ઝળહળે, ને ઓરડે અજવાસ છે,
મૌન ભીંતો ઓગળી, ને ઘર મહીં આકાશ છે;
રાતભર અંધાર ઘૂંટ્યો મેં કલમની ધાર પર,
ને સવારે એ જ પાને સૂર્ય જેવો ભાસ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમોજમાંઆગલો લેખ →રંગ છે