← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમજાવ્યા વિના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખથી આંખે વહી ગઈ પ્રીત સમજાવ્યા વિના,
બે હૃદયને આવડી ગઈ રીત સમજાવ્યા વિના.

અર્થ લોરીનો ભલા, ક્યાં જાણતું નવજાત બાળ?
તોય એ જાણી ગયું એ ગીત સમજાવ્યા વિના.

ચેસમાં હારે જ દાદા, પૌત્રને જીતાડવા,
બાળ પણ સમજી ગયો એ જીત સમજાવ્યા વિના.

વર્ષ વીત્યાં, વાત ના, ના કોઈ ચિઠ્ઠી, ના ખબર,
તોય સંકટમાં જ આવ્યો મીત સમજાવ્યા વિના.

ફૂલ સાથે ના હવા બોલી કશું, તોયે ‘પરાગ’
બાગમાં છલકી ગયું સંગીત સમજાવ્યા વિના.

– પરાગ રતનપરા

#ગઝલ #સમજણ #પ્રેમ #મૈત્રી #અણકહ્યું #પરાગરતનપરા
#GujaratiGhazal #UnspokenUnderstanding #Love #TrueFriend #Grandparents #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનિભાવું છુંઆગલો લેખ →ઘૂંઘરું