← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાથ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતો તું સાથમાં ત્યારે સફર ટૂંકી જ લાગી’તી,
ન થાક્યા પગ, ભલે ને રાતભરની ઊંઘ ત્યાગી’તી;
હવે સમજાય છે: એ સાથ કેવળ છાંયડો નો’તો,
હતી એ જ્યોત, જે મારે જ માટે રાત જાગી’તી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભરતીઆગલો લેખ →શરદપૂનમ