સાંભરે છે
ગયો દૂર, તોયે ગલી સાંભરે છે,
ઝરૂખે હતી તું, ઘડી સાંભરે છે.
હવે હાથ મેંદી વિનાના થયા છે,
હથેળી ઉપરની કળી સાંભરે છે.
હવે ઘાટ સૌ સાવ સૂના થયા છે,
સમી સાંજની એ નદી સાંભરે છે.
ઘણાં વર્ષ વીત્યાં, ઘણા ઘર બદલ્યાં,
પુરાણી, વળેલી છબી સાંભરે છે.
‘પરાગે’ હવે તો ભુલાવું બધું, પણ
છતાં હોઠ પરની હસી સાંભરે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મરણ #વિરહ #પ્રથમપ્રેમ #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Remembrance #Separation #FirstLove #Nostalgia #ParagRatanpara