← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાચું ભજન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીવો થઈને બળવું, ભાઈ, એ જ સાચું ભજન,
બીજાનાં આંસુ લૂછે, એનું ઊજળું રે મન.

તિલક-માળા ગળે પહેરી મંદિરે ઘંટ વગાડે,
બારણે આવ્યો ભૂખ્યો ભિક્ષુક, એને પાછો કાઢે;
એવી ભક્તિ શા કામની, જેમાં નથી કરુણાનું જતન?
દીવો થઈને…

ખેતરમાં પરસેવો રેડે, એ જ સાચો યજ્ઞ,
માની સેવા કરે દીકરો, એ જ મોટું પુણ્ય;
હરિ મળે ત્યાં, જ્યાં હાથ ઝાલે કોઈ પડેલા જન…
દીવો થઈને…

પરાગ કહે: આ જગ છે મેળો, સૌનો સરખો દાવો,
ફૂલ સરીખું જીવી જાવું, મ્હેક વહેંચતા જાવો;
એ જ વૈષ્ણવ, એ જ સૂફી, એ જ સાચું ધન…
દીવો થઈને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમાણસ મળેઆગલો લેખ →બે કપ