← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રક્તદાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રક્તને ના જાત, ના કો ધર્મ, એ તો દાન છે,
એક શીશીમાં ભરેલી કોઈની આ જાન છે;
નસ થકી નસમાં વહે, ને ઓળખે ના કોઈને,
ઈશની ઓળખ થવાનું આ જ સાચું સ્થાન છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજૂના કાગળઆગલો લેખ →દીવાનખાનું