← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રહેવા દો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજી આ બારણું ખુલ્લું, જરા ખુલ્લું રહેવા દો,
હજી ઉંબર ઉપર દીવો સળગતો આ રહેવા દો;
ભલે અંધાર ઘેરો છે, ભલે તોફાન ઊઠ્યાં છે,
સવારે સૂર્ય ઊગે, એ ભરોસો તો રહેવા દો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમેહુલોઆગલો લેખ →દશેરા