રહી ગયું
માંડવો છૂટી ગયો, ને એક સ્મરણ રહી ગયું,
ઓસરીમાં કંકુવાળું એક ચરણ રહી ગયું.
ઢોલ ને શરણાઈ સઘળાં જાન સાથે ચાલિયાં,
કાનમાં તો ગીતનું બસ એક ઝરણ રહી ગયું.
આયનો સૂનો થયો, ને ચાંદલો ત્યાં એકલો,
આયને એના નયનનું એક કિરણ રહી ગયું.
દીકરીની જાન ચાલી, ગાય પણ રોતી રહી,
આંગણામાં ઠેકતું'તું એક હરણ રહી ગયું.
આ પરાગે આંસુ લૂછ્યાં, ને વિદા દીધી હસી,
ઘર થયું ખાલી, છતાં ત્યાં એક શરણ રહી ગયું.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #વિદાય #લગ્ન #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #Farewell #Wedding #Memories #ParagRatanpara