← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રફૂગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગલીને નાકે
એક રફૂગર બેસે છે.
ફાટેલા ખમીસમાં
એ એવો તાંતણો પરોવે
કે ફાટ ક્યાં હતી
એ ખમીસ પોતે ભૂલી જાય.

એક દિવસ
મેં એની સામે
આપણો સંબંધ મૂક્યો.

એણે ચશ્માં ઉતાર્યાં,
ઘડીક ઉલટાવી-સૂલટાવી જોયો,
ને પાછો આપતાં બોલ્યો:
‘ભાઈ, કાપડ તો હજી મજબૂત છે,
પણ બેય છેડે
કોઈ ખેંચ્યા કરે છે —
પહેલાં એ ખેંચ છોડાવો,
રફૂ તો પછી
ચપટીમાં થઈ જશે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૧૨૧૬–૧૨૬૫આગલો લેખ →સાંજનો સાજ