← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાતમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘેનમાં ડૂબ્યું નગર, તો કોણ જાગે રાતમાં?
દૂધ કાજે એક બાળક રોજ માગે રાતમાં.

રોજ દી’એ સંત થઈને હું સભાઓમાં ફરું,
માત્ર મારો અંતરાત્મા ચોર લાગે રાતમાં.

ભરસભામાં જે શપથ લીધા, બધા એ, ઓ ભલા,
કોઈ નેતા ઓરડામાં ચૂપ ત્યાગે રાતમાં.

રાતરાણી મ્હેકતી’તી ઓસરીએ, ને પછી
કોઈ ચાંદો ઓઢણી લઈ સંગ ભાગે રાતમાં.

ઊંઘ ના લે શબ્દ, એથી હું ય જાગું, ઓ પરાગ,
ભીતરે મારા ગઝલનો સાજ વાગે રાતમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #રાત #અંતરાત્મા #ઉજાગરો #કવિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Night #Conscience #Sleeplessness #PoetsNight #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાચું મનઆગલો લેખ →દર્દ