← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાતભર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સળગતી રહી લાગણી રાતભર,
પવન ખેંચતો ઓઢણી રાતભર.

હતી ચાંદની, ને તમે પાસમાં,
ધડકતી રહી માંગણી રાતભર.

પિતાએ ભરી બીજની પોટલી,
હતી આંખમાં વાવણી રાતભર.

વળાવી અમે લાડકીને, પછી
નયન માતનાં ચાળણી રાતભર.

પરાગે કરી શબ્દની આરતી,
ઝગી ભીતરે રાગિણી રાતભર.

– પરાગ રતનપરા

#ગઝલ #રાત #પ્રેમ #વિદાય #ઉજાગરો #પરાગરતનપરા
#GujaratiGhazal #SleeplessNight #Longing #DaughtersFarewell #NightPoetry #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહા માં હાઆગલો લેખ →રસોઈની ડાયરી