← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દિવસે
સૂરજ
આખું આકાશ ઢાંકી દે છે.

રાત પડે
ત્યારે જ ખબર પડે છે
કે આકાશમાં
આટલા બધા તારા હતા.

તો પછી
જીવન પણ
કદાચ
કોઈ મોટો સૂરજ જ હોય,

ને મૃત્યુ
એ રાત,
જેમાં
પહેલી વાર
આપણે
બધું જોઈ શકીશું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆ નભ નમ્યું તે શ્યામઆગલો લેખ →ઉદાસ