રામ ભજ
આ ઘડી પાછી ન આવે, મન, હસીને રામ ભજ,
દુઃખના ડુંગર ઉપર પણ તું રમીને રામ ભજ.
માન, મોટપ, મોભ સઘળું ખાક થઈ જાશે અહીં,
ઘાસ જેવો થઈ જરા, ધરણી નમીને રામ ભજ.
એકલાનો સૂર તો પીડા તણો પડઘો હશે,
ગામ આખું સાથ લઈ, સૌને મળીને રામ ભજ.
આંસુ પણ છે પ્રાર્થના, જો ભીતરેથી આવતું,
હોઠ ચુપ હો તો ભલે, મનમાં રડીને રામ ભજ.
આ પરાગે ભવસમંદર ફૂલની હોડી કરી,
મ્હેકના સઢ લઈ, હરખથી તું તરીને રામ ભજ.
– પરાગ રતનપરા
#ગઝલ #ભક્તિ #રામ #ભજન #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Bhakti #RamNaam #Devotion #Spirituality #ParagRatanpara