← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાખડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બેનડી બાંધે રાખડી રે, વીરાના જમણે હાથ,
કાચો તાંતણો, પાકો નાતો, ભવભવનો સંગાથ.

શ્રાવણ ઝરમર વરસે, ને બેનડી આવી પિયર,
થાળીમાં કંકુ, ચોખા, દીવો, હૈયે હરખ-લહેર;
વીરો બોલે: ‘માગ, બેની!’ બેની બોલે: ‘સાથ’…
બેનડી બાંધે રાખડી રે…

નાનપણે ઝઘડ્યાં'તાં બેઉ ઢીંગલી-દડા માટે,
બેની રિસાતી, વીરો મનાવે બરફના ગોળે, વાટે;
આજે બેઉ મોટાં થયાં, પણ એવી ને એવી વાત…
બેનડી બાંધે રાખડી રે…

પરાગ કહે: આ રાખડી નથી, રેશમનો વિશ્વાસ,
સરહદે વીરો ઊભો, ત્યાં પહોંચે બેનનો શ્વાસ;
દૂર ભલે હો, દોરો બાંધે બેઉનાં હૈયાં-હાથ…
બેનડી બાંધે રાખડી રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઝૂંપડેઆગલો લેખ →રળિયામણી