← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાહ એટલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાહ એટલે
તમે કહેશો — ઘડિયાળ.
ના.

રાહ એટલે
દર દસ મિનિટે
ફોનની સ્ક્રીન ઓન કરવી,
ને ખાલી સ્ક્રીનમાં
પોતાનો જ ચહેરો જોઈ
ફરી બંધ કરી દેવી.

રાહ એટલે
બારણે કોઈ પગરવ થાય
ને હૃદય
પહેલાં દોડી જાય,
પગ પછી.

રાહ એટલે
ચા બે વાર ગરમ કરવી,
ને ત્રીજી વાર
ઠંડી જ પી લેવી —
એ બહાને
કે કદાચ
હજી પણ
કોઈ આવે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગીત છોડીને ગયોઆગલો લેખ →વાદળના વણજારા