પૂજારીનું ગીત
ઘંટ વગાડું, ઝાલર ઠોકું, ભગવાનને ઊંઘ ન આવે,
ભક્તો આવે, રૂપિયા લાવે, તોય ભૂખ ન ભાગે, રે ભાવે.
સવારે પાંચે મંગળા, ને દસ વાગે શણગાર,
વીઆઈપીની લાઈન જુદી, બાકીના લાઈનની બ્હાર;
પ્રભુ તો જોયા કરે, ને પૈસો આગળ જાવે…
ઘંટ વગાડું, ઝાલર ઠોકું…
ધૂપ-ધુમાડે શ્વાસ રૂંધાયો, ફૂલના ઢગલા સડે,
ભગવાન પણ મૂંઝાતા હશે, કેમ આ ભીડથી છૂટવું પડે?
ગર્ભગૃહમાં ગરમી એવી, પંખો કોણ નખાવે…
ઘંટ વગાડું, ઝાલર ઠોકું…
પરાગ કહે: એક ડોશી આવી, ખાલી હાથ ને આંખ,
ન નાળિયેર, ન ચૂંદડી, બસ ભીંજેલી એક પાંખ;
પ્રભુ ત્યારે મૂર્તિમાંથી જાતે ઝૂકવા આવે…
ઘંટ વગાડું, ઝાલર ઠોકું…
– પરાગ રતનપરા