← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પતંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉતરાણને દિવસે
મેં પતંગ ચગાવ્યો.
દોરી હાથમાં હતી
ત્યાં સુધી
એ આકાશનો હતો.

કપાયો,
ત્યારે આખા ગામનો થઈ ગયો —
છોકરાં દોડ્યાં,
વાંસડા ઊંચા થયા,
ધાબાં ગાજ્યાં.

સમજાયું:
બંધાયેલું હોય ત્યારે
માત્ર મારું;
છૂટે ત્યારે
સૌનું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબા અને સ્માર્ટફોનઆગલો લેખ →આજ